Sunday - Jul 05, 2026

માળિયાના મોટા દહીંસરા ગામે કાલે રામામંડળ ભજવાશે

માળિયાના મોટા દહીંસરા ગામે કાલે રામામંડળ ભજવાશે

 માળિયાના મોટા દહીંસરા ગામે આવતીકાલે તા.4 જૂનના રોજ રાત્રે ભગવાન રામદેવપીરના જીવન પર આધારિત નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા) ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના પ્રમુખજયદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ, ઉપપ્રમુખ પ્રદીપસિંહ જાડેજા અને કલાકારોમાં પારસ ગોડલિયા, મિલન કાકડીયા, ભુટૉ ભરવાડ, ભોળાભાઈ પોતાની કલા રજૂ કરશે. આ રામામંડળના આયોજક માળિયા તાલુકા ભાજપના મહામંત્રી મનીષ કાંજિયાએ આસપાસની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે.