Sunday - Aug 16, 2026

વાંકાનેર નજીક છકડો રીક્ષામાંથી પડી જતા બાળકનું કરુણ મોત

વાંકાનેર નજીક છકડો રીક્ષામાંથી પડી જતા બાળકનું કરુણ મોત

વાંકાનેર : વાંકાનેર - રાતીદેવડી રોડ ઉપર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ નજીક છકડો રીક્ષા નંબર જીજે - 36 - ડબ્લ્યુ - 1223માં પેટી ઉપર બેસી મુસાફરી કરી રહેલ હળવદ તાલુકાના માણેકવાડા ગામનો ગોપાલ વિહાભાઈ વિંજવાડિયા ઉ.10 નામનો બાળક અચાનક રોડ ઉપર પડી જતા ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બાળકને પ્રથમ વાંકાનેર હોસ્પિટલ અને બાદમા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.