ખેડૂતે મિત્રના બંધ પડેલા ઓઇલ મિલમાં રાખેલા જીરુંની જુલાઈ માસમાં થયેલી ચોરીની હવે છેક ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના શનાળા રોડ પર રહેતા ખેડૂતે મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં મિત્રના બંધ પડેલા ઓઇલ મિલમાં રાખેલ રૂ.4.50 લાખની કિંમતનું 150 મણ જીરું કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ખેતી કરતા હસમુખભાઈ લક્ષ્મણભાઇ કોઠીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓએ પોતાની વાડીમાં તેમજ અન્યત્ર ભાગમાં વાવેલું જીરું પોતાના મિત્ર ભગવાનજીભાઈ ભવાનભાઈ સદાતીયાના ખાખરાળા ગામની સીમમાં બંધ પડેલા વિષ્ણુ ઓઇલ મિલમાં રાખ્યું હોય કોઈ અજાણ્યા તસ્કરો ગત જુલાઈ માસમાં 150 મણ જીરૂ કિંમત રૂપિયા 4,50,000 ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.