Saturday - Jul 04, 2026

વાંકાનેરમાં પરિવારને સૂતો રાખી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

વાંકાનેરમાં પરિવારને સૂતો રાખી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવાર ઘરમાં ઉપરના માળે સૂતો હતો ત્યારે વહેલી સવારના સમયે તસ્કરો નીચેના માળના તાળા તોડી સોના - ચાંદીના દાગીના, રોકડ તેમજ મોબાઈલ સહિત 50,300ની ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમા નોકરી કરતા દિવ્યેશભાઈ જગદીશભાઈ જાનીએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.24 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે ઘરના ઉપરના માળે સુતા હતા ત્યારે વહેલી સવારે અજાણ્યા તસ્કરે ઘરના નીચેના માળનું તાળું તોડી કબાટમાંથી સોનાની બુટી, ચેઇન, પાટલા, સોનાની માળા, રોકડા રૂપિયા 10 હજાર તેમજ એક નોકિયાનો સાદો મોબાઈલ સહિત 50,300ની ચોરી કરી લઈ જતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.