મોરબી:- મળતી માહિતી પ્રમાણે મહાનગરપાલિકાએ લીલાપર આવાસ યોજનામાં સીલ કરેલા 170 આવાસ પૈકીના ચાર આવાસમાં લાભાર્થીઓએ મહાનગરપાલિકાની જાણ બહાર સીલ તોડી અપ્રવેશ કરી વસવાટ કરવાનું શરૂ કરી દેતા આ વાત મહાનગર પાલિક ધ્યાનમાં આવતા તે ચોકી ઉઠી હતી અને તાબડતોબ ટીમોને દોડાવી સીલ ખોલી અને રહેવા લાગેલા આસામીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી ફોજદારી ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું.