મોરબીના ખરેડા ગામે પીજીવીસીએલ તંત્ર દ્વારા આડેધડ વૃક્ષો કાપી નખાતા ગ્રામજનોમાં રોધ વ્યાપી ગયો છે.એક તરફ ખુદ વડાપ્રધાન મોદી વૃક્ષ વાવો અભિયાન ચલાવી રહ્યા હોય ત્યારે વીજ તંત્ર જવૃક્ષોનું છેદન કરતું હોવાનું જણાવીને ગ્રામજનોએ વીજ તંત્ર ઉપર ફિટકાર વરસાવ્યો છે.
મોરબીના ખરેડા ગ્રામ પંચાયત અને સરપંચ રજનીભાઇ હરજીવનભાઈ પટેલએ પીજીવીસીએલ અને કલેક્ટરને રજુઆત કરી હતી કે, ખરેડા ગામના લોકોએ ત્રણ વર્ષ પહેલાં જાહેર જગ્યાએ મહામહેનતે સ્વખર્ચે અનેક વૃક્ષોનું વાવેતર કરી જતન કર્યું છે.જે જગ્યા પર હાલ વીજ તંત્રએ સ્થળ તપાસ કર્યા વગર વીજ પોલ ઉભા કરી દીધા છે.તથા વીજળીના તાર ખેંચવામાં આવી રહ્યા છે આ વૃક્ષો નડતરરૂપ અને અકસ્માત થવાના ડરથી પીજીવીસીએલ દ્વારા આ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. એક તરફ વડાપ્રધાન મોદી વૃક્ષ વાવવાનું અભિયાન ચાલવી રહ્યા ત્યારે પીજીવીસીએલ દર વર્ષે વૃક્ષો કાપી આ અભિયાનની પથારી ફેરવી રહ્યું હોય વૃક્ષોની વિકાસ થઈ શકતો ન હોય તેવી રજુઆતને પગલે અધિક કલેક્ટરે પીજીવીસીએલને પત્ર લખી આ વીજલાઈન બદલી આપવાની તાકીદ કરી છે.