મોરબીમાં અજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્યો માટે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવે નવ દિવસ દરેક રઢિયાળી રાત્રીએ રાસ ગરબાની રમઝટ બોલી હતી અને નામાંકિત કલાકારો દ્વારા કાર્નપ્રિય સ્વરમાં રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. અજય લોરીયા દ્વારા સંચાલિત 'સેવા એજ સંપત્તિ' ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી મહોત્સવ 2023માં 34.80 લાખ નો નફો કરીને 16 શહીદ જવાનોના પરિવારને સન્માનિત કરીને 19.50 લાખ રૂપિયા, માધવ ગૌ શાળા રવાપર 11,11,111,યદુનંદન ગૌશાળા 1,11,111 અને 1,11,111 અનાથ આશ્રમમાં આપ્યા હતા.