Saturday - May 16, 2026

મોરબીના ગોરખીજડિયા નજીક કારખાનામાં પ્રેમિકા સાથે ઝઘડો થવાથી પ્રેમીએ જીવનનો અંત આણ્યો

મોરબીના ગોરખીજડિયા નજીક કારખાનામાં પ્રેમિકા સાથે ઝઘડો થવાથી પ્રેમીએ જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામની સીમમાં કારખાનામા રહી મજુરી કામ કરતા ઉત્તરપ્રદેશના વતની યુવાનને માનસિક બીમારીની સાથે પ્રેમ સંબંધના પ્રેમિકા સાથે વાતચીતમાં ઝઘડો થતા મનમાં લાગી આવતા આપઘાત કરી લીધો હતો.

મોરબીના ગોરખીજડિયા ગામની સીમમાં આવેલ ઓટોપેક કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની આશિષ ધરમપાલ પાસવાન ઉ.25 નામના યુવાનને માનસિક બીમારી હોય દવા ચાલુ હોય અને આશિષને કોઈ છોકરી સાથે પ્રેમ હોય ફોનમાં વાતચીત દરમિયાન ઝઘડો બોલાચાલી થતા આશિષે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.