Monday - Jul 06, 2026

મોરબીમાં પતંગની દોરીએ 20 થી વધુ કબુતરોના જીવ લીધા.

મોરબીમાં પતંગની દોરીએ 20 થી વધુ કબુતરોના જીવ લીધા.

કર્તવ્ય જીવ દયા કેન્દ્રમાં 150 જેટલા યુવાનોની ટીમે ઉત્તરાયણે 145 જેટલા ઘાયલ કબૂતરોની ખડે પગે સતત સારવાર કરી. સાથે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ સતત દોડતી રહી.

મોરબી:- મોરબીમાં ઉત્તરાયણ પર્વ પર લોકો ભલે મોજ મસ્તી માં પતંગ ઉડાડીને આનંદ લેતા હોય પણ સીશાની બીજી બાજુ કર્તવ્ય જીવ દયા કેન્દ્રના 150 જેટલા યુવાનોએ 145 જેટલા કબૂતરોની ખડે પગે સારવાર આપી જીવ બચાવ્યો.

સાથે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ સતત દોડતી રહી અને વિવિધ ઘાયલ પક્ષીઓને સારવાર આપી નવજીવન આપ્યું.

મોરબી શહેરમાં પતંગની દોરીમાં આવી જવાથી 20થી ઉપર કબૂતરોના જીવ પણ ગયા હતા.

હલો કરુણા અભિયાન અંતર્ગત અને જીવદયા કેન્દ્રની ટીમ 108 ની જેમ સતત દોડતી રહી હતી અને આજે પણ 25 જેટલા ઘાયલ કબૂતરો સારવારમાં આવ્યા હતા અને જેમાંથી મોટાભાગના 20થી વધુ કબૂતરો મોતને ભેટ્યા હતા.