મોરબી જિલ્લામાં પંચાયતની આજની ખાસ સામાન્ય સભા બે વર્ષથી અટકેલા જિલ્લા પંચાયતના નવા સભાખંડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા સભાખંડમાં જ આજે જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા મળી હતી. તેમાં તમામ એન્જડાને મજૂર કરવામાં આવેલ હતા અને જુદા જુદા વિકાસ કામોને મંજુર કરવામાં આવેલ હતા.

મોરબી જિલ્લા પંચાયતના નવા સભાખંડમાં આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં અલગ અલગ રેતી રોયલ્ટી, 15માં નાણાંપંચના કામો સહિતના તમામ એન્જડાને મંજૂર કરવામાં આવેલ હતા. આ સામાન્ય સભામાં ડીડીઓ ડી.ડી. જાડેજાએ તેમના આવ્યા બાદ કામોમાં તેજ ગતિ આવી હોવાનું જણાવેલ હતું.અને 15માં નાણાંપંચના કામો સહિતના કામો પેન્ડિગ હોય તેવા તમામ કામો ઝડપથી પુરા કરવાના પ્રયાસો હાથ ધરાશે. હાલ છેલ્લા ત્રણ મહિનામાં 7 કરોડ રૂપિયાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ વધુ વિકાસના કામો કરાશે અને જિલ્લામાં જે નડતરરૂપ દબાણો હોય તેને દૂર કરવામાં આવશે. આ સામાન્ય સભામાં રૂ.5.50 કરોડના ખર્ચે 190 જેટલા સૈદ્ધાંતિક કામો, રૂ.66.91 લાખના ખર્ચે 16 હેતુફેરના કામો તેમજ રૂ.63. 50 લાખના ખર્ચે 16 વહીવટી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા.