મોરબી ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા દંપતી વચ્ચે ગુહ ક્લેશ થયો હતો જેના કારણે ક્રોધના આવેશ આવી ગયેલા પતિ ઘર છોડી જતા રહેતા પત્નીએ ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધાવી છે.
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા આશાબેન નરેશભાઈ પરમાર ઉ.વ. 40 નામના મહિલાએ ટંકારા પોલીસ મથકમાં તેમના પતિની ગુમસુધા નોંધવી હતી કે, ગત તા.24ના રોજ રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેણીના પતિ સાથે બોલાચાલી થયા બાદ તેમના પતિ નરેશભાઈ મુળજીભાઈ પરમાર ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યા ગયા બાદ પરત ન આવતા ગુમસુધા નોંધ કરાવી હતી.