મોરબી : જોડિયા તાલુકાના પીઠડ ગામે આવેલ પીપળા ચોક ખાતે તા.3 નવેમ્બરને રાત્રે 9 વાગ્યે આઈ શ્રી પીઠડાઇ ગૌસેવા રામામંડળના સભ્ય દ્વારા વીર એભલવાળો વીર સાય નેહડી નામનું નાટક સંગીતમય શૈલીમાં ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી સર્વ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય નાટક જોવા માટે પધારવાની અપીલ કરવામાં આવી છે.