Friday - Aug 21, 2026

હળવદના રાયધ્રા ગામેં ખેતરમાં આગ ભડકી ઉઠી, ઘઉંનો પાક બળી ગયો

હળવદના રાયધ્રા ગામેં ખેતરમાં આગ ભડકી ઉઠી, ઘઉંનો પાક બળી ગયો

હળવદના રાયધ્રા ગામના બેચરભાઈ રઘુભાઈ નામના ખેડૂતે રણજીતગઢ ગામે ઉધડમાં વાડી રાખી 15 વિઘા જેટલી જગ્યામાં ઘઉંનું વાવેતર કર્યું હતું. આ જગ્યાએ ઉપરથી વીજ વાયર પસાર થતો હોય, જે જોખમી હોવાથી તેને દૂર ખસેડવા માટે ખેડૂતે અગાઉ વીજ તંત્રને રજુઆત પણ કરી હતી. પણ વીજ તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ વીજ વાયર તૂટીને નીચે પડતા ઉભા પાકમાં આગ લાગી હતી. જેમાં ખેડૂતમાં 3 વિઘા જેટલા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. હવે વીજ તંત્ર ખેડૂતને વળતર ચૂકવે તેવી માંગ પણ ઉઠી છે.