મોરબી : શહેરના ભળીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મકવાણા પરિવાર દ્વારા સ્વજનની યાદમાં એક ભક્તિમય કાર્યક્રમનું તારીખ 28/1/26 ના સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનજીભાઈ મકવાણાના પુત્રની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારે દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ધાર્મિક માર્ગ અપનાવ્યો છે.
એક વર્ષ પૂર્વે અવસાન પામેલા વહાલસોયા પુત્રની સ્મૃતિમાં મકવાણા પરિવાર દ્વારા આજે વિશેષ દાન-પુણ્યના કાર્યો કરવામાં આવ્યા હતા. આ સાથે જ, રાત્રિના સમયે તેમના નિવાસ સ્થાને ભવ્ય સંતવાણી (ડાયરા)નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ સંતવાણી કાર્યક્રમમાં જાણીતા ભજન કલાકાર સુંદરદાસ ઉપસ્થિત રહેશે અને પોતાના સુરીલા કંઠે ભજનની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવશે. આ તકે મકવાણા પરિવારે મોરબીની ધાર્મિક જનતા ને આ સંતવાણી કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર આમંત્રિત કર્યા છે.