Saturday - May 16, 2026

મોરબીના ઘુંટુમાં દંપતિ વચ્ચેના ઝઘડાનો કરુણ અંત : પતિએ તળાવમાં ઝંપલાવીને જીવ દીધો

મોરબીના ઘુંટુમાં  દંપતિ વચ્ચેના ઝઘડાનો કરુણ અંત : પતિએ તળાવમાં ઝંપલાવીને જીવ દીધો

મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં પેપરમિલમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની બાળકી અવાર નવાર અજાણ્યા લોકોને મોબાઈલ ફોન કરી દેતી હોવાથી પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળી પતિએ તળાવમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં અંબાણી પેપરમિલમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની શ્યામભાઈ ઉર્ફે ચુનકાઈ શ્રીરામભાઈ યાદવ ઉ.28ની પુત્રી દામીની અવાર નવાર કોઈને ફોન લગાવી દેતી હોવાથી શ્યામભાઈને તેમની પત્ની કિરણબેન સાથે ઝઘડો થતો હતો.જેથી ઘરકંકાસથી કંટાળી ગઈકાલે શ્યામભાઈએ પેપરમિલ નજીક આવેલ તળાવમાં ઝંપલાવી દેતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.