Saturday - Apr 04, 2026

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

ધોરણ ૧ થી  કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ પોતાની વિગતો સાથે આગામી બે રવિવાર એટલે કે તારીખ ૧૪/૫ અને ૨૧/૫ ના રોજ સાંજે ૬ થી ૮ વરિયા મંદિર સો ઓરડી મુકામે સંપર્ક કરવો

મોરબી :વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૩ માટે ધોરણ ૧ થી  કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની નકલ પાછળ પોતાનું નામ સરનામું અને મોબાઈલ નંબર સાહિતની વિગતો સાથે આગામી બે રવિવાર એટલેકે તારીખ ૧૪/૫ અને ૨૧/૫ ના રોજ સાંજે ૬ થી ૮ વરિયા મંદિર સો ઓરડી મુકામે જમા કરાવવા મોરબી શિક્ષણ સમિતિની યાદીમાં જણાવાયું છે.

મોરબી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સૌપ્રથમ વાર વિદ્યાર્થીઓના ઓનલાઇન પરિણામો પણ સ્વીકારારાશે જેમાં પરિણામ સ્વીકારવાના બેનર પર QR કોડ આપેલો છે તેને સ્કેન કરીને તેમાં વિદ્યાર્થીનું પુરુનામ, સરનામું, સંપર્કનંબર તેમજ માર્કશીટની ફાઈલ અપલોડ કરવાની રહેશે. ફાઈલ અપલોડ થઈ ગયા બાદ આપના ઈમેલ માં એક રિટર્ન ઈમેલ મળશે જેમાં આપે અપલોડ કરેલી વિગતો હશે.

QR કોડ સ્કેન સુવિધા કોઈ મોબાઈલમાં ના હોય તેઓએ નીચે આપેલી લિંક પર થી પણ ઓનલાઇન વિગતો ભરી શકાશે.
https://forms.gle/xwoXyaYH5EhHKQ1P6

ઓનલાઇન પરિણામ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૮/૫/૨૦૨૩ છે ત્યારબાદ કોઈપણ સંજોગોમાં પરિણામ સ્વીકારશે નહિ જેની નોંધ લેશો.

➡️ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બળવંતભાઈ નારણીયા  મો. નં.9879419112 પર સંપર્ક કરવો