Friday - Oct 09, 2026

મોરબી નજીક કેનાલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

મોરબી નજીક કેનાલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

મોરબી : મોરબીમાં વાવડી રોડ ઉપર કેનાલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બાળકને કેનાલમાં ફેંકી ત્યજી દીધું હોવાનું જણાય આવતું હોય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.મોરબીમાં વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે કેનાલમાંથી આજે સવારના અરસામાં એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાણીમાં કોહવાયેલી હાલતમાં છે. આ બાળક દીકરો હોય જેનો જન્મ એક જ દિવસ પહેલા થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જાણ થતાં તાલુકા પોલીસ ટીમના ફિરોઝભાઈ સુમરા સહિતનાએ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોય વાલીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.