મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડ વિસ્તાર આવેલા ભગવાન રામદેવપીરના મંદિરે આ મંદિરની સ્થાપનાના 50 વર્ષના અવસરે અગિયારસ નિમિતે રામદેવપીર ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ભગવાન રામદેવપીરને નેજો ચડાવી પૂજા અર્ચના કર્યા બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને રામદેવપીરના મંદિરેથી સોઓરડી વિસ્તારમાં ફરી પોટરી શાળા, વેલનાથ ચોકથી શોભાયાત્રા રામદેવપીર મંદિર ખાતે સમાપન થઈ હતી. જ્યાં મહિલાઓ રાસ ગરબે રમ્યા બાદ મહિલા ધૂન મંડળ અને ગોકુલના બાલા હનુમાનજી દ્વારા ધૂન ભજનના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે વષૉથી સેવાનુ કાયૅ કરતા પુર્વ કાઉન્સિલરો સુરેશભાઈ શિરોહીયા જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા, સ્થાનિક આગેવાનો ભરતભાઈ જોષી, લાલુભા ઝાલા મહેશભાઈ સોલંકીનુ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમોને સફળ બનાવવા આયોજક છગનભાઇ વશરામભાઇ સોલંકી, મનજીભાઈ ખોડાભાઇ સોલંકી, ગેલાભાઇ વશરામભાઇ સોલંકી સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.