Wednesday - Apr 30, 2025

મોરબીને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન શરૂ, ટ્રેનનું અદેકરું સ્વાગત

મોરબીને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન શરૂ, ટ્રેનનું અદેકરું સ્વાગત

મોરબી : મોરબીને જોડતી સૌરાષ્ટ્ર કચ્છની ટ્રેન શરૂ કરવાની લાંબા સમયની માંગ હતી અંતે મોરબીને જોડતી સૌરાષ્ટ્ર કચ્છની ટ્રેન શરૂ કરવાની માંગણી સંતોષાઈ છે. જેમાં મોરબીને જોડતી સૌરાષ્ટ્ર- કચ્છની ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયની માંગણી રેલવે તંત્ર દ્વારા સ્વીકારીને મોરબીને જોડતી ભુજ -રાજકોટ ટ્રેન શરૂ કરાતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

મોરબીને જોડતી ભુજ - રાજકોટની ટ્રેનની પ્રથમ ટ્રીપ આજે મોરબીના મુખ્ય રેલવે સ્ટેશને આવી પહોંચી હતી. આ ટ્રેન સવારે 7 વાગ્યે ભુજથી રવાના થઈ હતી અને ગાંધીધામ, ભચાઉ, સાંમખીયાળી, માળીયા, મોટા દહીંસરા અને મોરબી રૂટ ઉપર પસાર થઈને આ ટ્રેન દરરોજ રાજકોટ જશે.જ્યારે સાંજે આ ટ્રેન રાજકોટથી પરત ફરશે અને ફરી સાંજે રાજકોટથી મોરબી, મોટા દહીંસરા,માળીયા, સાંમખીયાળી ભચાઉ, ગાંધીધામ થઈ ભુજ પહોંચશે. એસી ચેર, જનરલ કોચ, સેકન્ડ કલાસ, સીટીંગ, જનરલ કોચ સાથેની આ ટ્રેન દરરોજ દોડશે.