Sunday - Jul 05, 2026

ટંકારાના મિતાણામાં દોઢેક માસ પૂર્વે બાળકનું દાઝી જવાથી મોત

ટંકારાના મિતાણામાં દોઢેક માસ પૂર્વે બાળકનું દાઝી જવાથી મોત

મોરબી : ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ રેક્ષવેલ ફેકટરીમાં શરીર ઉપર ગરમ પાણી પડતા પારસકુમાર હિતેશભાઈ પારગી ઉ.2 નામનો બાળક ગત તા.15 સપ્ટેમ્બરના રોજ દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તા.17 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામતા રાજકોટ પોલીસ તરફથી મરણ અંગેના કાગળો આવતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.