Wednesday - Nov 05, 2025

રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર આરોપી મોરબીમાં ઝડપાયો

રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર આરોપી મોરબીમાં ઝડપાયો

મોરબી : મોરબી ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના વણઉકેલાયેલ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરીને ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં ગયેલ રૂપિયા 25,000ની કિંમતનું મોટર સાયકલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ફરી રહ્યો છે. જેને રોકી પૂછપરછ કરતા, મોટર સાયકલ પર નંબર પ્લેટ નહોતી અને તેની પાસે કોઈ આધાર-પુરાવા પણ નહોતા. તપાસમાં જાણવા મળ્યું કે મોટર સાયકલ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ચોરાયેલું છે. જેના આધારે મોટર સાયકલ સહિત આરોપી વનરાજભાઇ બચુભાઇ સાડમીયા (ઉ.વ. ૨૧), રહે. ઢુવા, જિ. મોરબી (મૂળ જિ. સુરેન્દ્રનગર)ને પકડી પાડ્યો છે. આરોપીએ જણાવ્યું હતું કે તેણે મોટર સાયકલ સહ-આરોપી વિજય ઉર્ફે સાગર ઉર્ફે બગો રણછોડભાઇ જોગરાજીયા, (રહે. લાખણકા, જિ. સુરેન્દ્રનગર) પાસેથી માત્ર રૂ. 8000 માં ખરીદ્યું હતું. જેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે