માળીયા મિયાણાના નવલખી ખાતે કોલસાનો ધંધો કરતી શ્રીજી શિપિંગ કંપનીની મોટા દહીંસરા ગામે આવેલ બાંધકામ સાઇટ ઉપરથી બે ટન સળિયાની ચોરી થવા અંગે સાઇટ એન્જીનીયર આરીફ શબ્બીરઅહેમદ ચૌધરીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમા જ આરોપી પ્રવીણ રામજીભાઈ કણઝારીયા ઉ.37 નામના શખ્સને ચોરીના 2 ટન સળિયા અને છોટા હાથી સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.