Saturday - May 16, 2026

મોરબીમાં રાણી લક્ષ્મીબાઈ જયંતી નિમિત્તે વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમ મેળવી

મોરબીમાં રાણી લક્ષ્મીબાઈ જયંતી નિમિત્તે વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમ મેળવી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા કન્યા છાત્રાલયમાં હજારો વિદ્યાર્થીનીઓ ભણે છે. પરંતુ અહીં સ્કૂલ, કોલેજે આવતી જતી વિદ્યાર્થીઓને ઘણીવાર રોમોયોગીરીની પજવણીનો શિકાર બનવું પડે છે. આ કન્યા છાત્રાલય રોડ ઉપર અમુક આવરા તત્વો અડીગો જમાવીને બેસીને આવરાગીરી કરતા હોવાથી વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીનો પ્રશ્ન ઘણા સમયથી ગંભીર છે. જો કે પાણી માથા ઉપરથી જાય ત્યારે પોલીસ એક્શનમાં આવે છે. ફરી એવી સ્થિતિ સર્જાતી હોય આ ગંભીર પ્રશ્ને નક્કર કાર્યવાહી થતી નથી. તેથી બહેનોએ પોતાની જ સલામતી માટે સ્વરક્ષણની તાલીમ મેળવવી જરૂરી હોવાથી વિદ્યાર્થી હિત કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા છાત્રાલય કેમ્પસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનોને આત્મ રક્ષણ અને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવા માટે તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ તકે પીઆઇ લગધિરકાએ વિદ્યાર્થીનીઓને ખરેખર ભયમુક્ત બનવું જોઈએ, ખામોશી જ આવારાતત્વોની હિંમત વધારે છે. માટે કોઈપણ જાતના સંકોચ કે ડર વગર હિંમતભેર સામનો કરી જરૂર જણાય ત્યારે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું હતું.

મોરબીમાં રાણી લક્ષ્મીબાઈ જયંતી નિમિત્તે વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમ મેળવી
મોરબીમાં રાણી લક્ષ્મીબાઈ જયંતી નિમિત્તે વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમ મેળવી