લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી ના સહયોગથી અને સરકારી માધ્યમિક શાળા પરિવાર દ્વારા ભુજ ખાતે આવેલ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની શૈક્ષણિક મુલાકાત તારીખ ૧૩/૦૮/૨૦૨૪ ના રોજ લેવામાં આવી. સરકારશ્રીની યોજનાઓ અને લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી દ્વારા આ શૈક્ષિણક મુલાકાત માટે એસ. ટી. બસમાં મફત પરિવહન અને મફત ઍટ્રી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોમાં રસ - રુચિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સાથે થ્રીડી ટેકનોલોજી નો પણ વિશેષ આનંદ વિદ્યાર્થીઓએ માણ્યો. ખરેખર, એક શૈક્ષણિક મુલાકાત જીવનના અનેક ક્ષેત્રોના પાઠ એક સાથે શીખવી આપે છે અને વિદ્યાર્થીમાં એક નવો ઉમંગ - ઉત્સાહ ભરી આપે છે.
આ તક પૂરી પાડવા બદલ લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પરિવાર, એસ.ટી નિગમ તેમજ સરકાર શ્રી નો વિશેષ આભાર.