મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે આગામી તારીખ 16/8/2025ને શનિવાર શ્રાવણ વદ આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ અને શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો સવારે 8:30 કલાકથી બપોરના 11 કલાક સુધી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જે આખા હરિપર કેરાળા ગામમાં ફરશે, ત્યારબાદ સવારે 11 કલાકથી બપોરના 12 કલાક સુધી સુંદર મજાનું રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ બપોરે 12:00 કલાકે મટકી ફોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ નોંધ:- આ મટકીફોડના કાર્યક્રમના અંતે દરેક ભક્તો માટે ફરાળની વ્યવસ્થા પણ રાખેલ છે.