Monday - Oct 05, 2026

મોરબીની ન્યુ રેલવે કોલોનીમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયા

મોરબીની ન્યુ રેલવે કોલોનીમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ  ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ન્યુ રેલવે કોલોની વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કિશનભાઇ રામજીભાઇ ગરીયા, છાયાબેન દીલીપભાઇ કુઢીયા, લાભુબેન રમેશભાઇ ઇંદરીયા, શેરબાનુ રફીકભાઇ પઠાણ, જસ્મિનબેન મોમીનખાન પઠાણ અને હિનાબેન ભરતભાઇ સિધવને રોકડા રૂપિયા 5700 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.