મોરબી:- જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબીના શ્રી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા મટકી ફોડનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ 16 ઓગસ્ટ 2025 ના રોજ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ 2025ના આયોજનના ભાગરૂપે શ્રી યદુનંદન ગેટ શાકમાર્કેટ પાસે રાત્રે 9:00 થી 12:00 વાગ્યા દરમિયાન ભવ્ય મટકી ફોડનું આયોજન રાખવામાં આવ્યું છે.
આ ઉત્સાહ પુર્ણ કાર્યક્રમમાં મોરબીની જનતાને શ્રી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા પધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા અને મટકીફોડના અનોખા ઉત્સવનો અનુભવ કરવા માટે મોરબીની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.