Thursday - Sep 17, 2026

મોરબીમાં શિવસેના દ્વારા ગણેશ પંડાલોની મુલાકાત કરી ધાર્મિક-સામાજિક કામગીરી બદલ સન્માન કરાયું

મોરબી : મોરબીમાં હાલ વિધ્નહર્તાની ભક્તિ કરવાનો પાવન પર્વ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય તમામ નાના મોટા ગણેશ પંડાલોમાં ભક્તો દ્વારા ભક્તિસભર અને સેવાકીય તેમજ સામાજિક કાર્યો કરીને દુંદાળા દેવની આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી શહેરમાં વિવિધ સ્થળોએ યોજાયેલા ગણેશ મહોત્સવના પંડાલોની શિવસેના મોરબી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ પંડાલોમાં શ્રી ગણેશજીના દર્શન કરી મહોત્સવના આયોજકો તથા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ગણેશ મહોત્સવના આયોજન સાથે જોડાયેલા આયોજકો અને કાર્યકરો દ્વારા કરવામાં આવતી ધાર્મિક તથા સામાજિક કામગીરીની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શિવસેના મોરબીના કાર્યકરો દ્વારા વિવિધ પંડાલોની મુલાકાત દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી અંગે આયોજકો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહેલા આયોજકો અને કાર્યકરોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.