મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ કોસીના સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડના વતની વિકાસ સામરામભાઈ મુંડા ઉ.34 નામના યુવાનને ફેકટરીમાં આરજે - 06 -જીડી - 2052 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે રિવર્સમાં ટ્રક લેતી વખતે હડફેટે લેતા વિકાસ પાછળના જોટામા આવી જતા ટાયર પગ ઉપર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં વિકાસ મુંડાનો ડાબો પગ કાપવા પડ્યો હતો. બનાવ બાદ આરોપી ટ્રેઇલર ટ્રક મૂકી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.