મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમના તાજેતરમાં ભગવાન રામદેવપીરના પ્રાગટય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન રામદેવપીરના પ્રાગટય ઉત્સવની ઉજવણી યજ્ઞ, ધ્વજારોહણ, ભજન અને મહાપ્રસાદનો કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો. તેમ રામધન આશ્રમના મહંત ભાવેશ્ર્વરી માતાજી અને મુકેશભાઈ ભગતની યાદીમાં જણાવાયું છે.