Saturday - Jun 13, 2026

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યાના વિરોધમાં રબારી સમાજે મૌનરેલી કાઢી એસપીને આવેદનપત્ર આપ્યું

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યાના વિરોધમાં રબારી સમાજે મૌનરેલી કાઢી એસપીને આવેદનપત્ર આપ્યું

એક અસામાજિક તત્વની યુવાનની હત્યામાં સંડોવણીની શંકા હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહીની રબારી સમાજે માંગ કરી

મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા રબારી સમાજના નિર્દોષ યુવાનની થોડા સમય પહેલા નિર્દયતાથી થયેલી હત્યાના બનાવમાં હજુ સુધી જવાબદાર હત્યારા ન પકડાતા મોરબી પંથકના સમગ્ર રબારી સમાજના લોકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આજે વડવાળા યુવા સંગઠન હેઠળ મોરબી પંથકના સમગ્ર રબારી સમાજના લોકોએ રબારી સમાજના યુવાનની હત્યાના વિરોધમાં મૌનરેલી કાઢી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી એક અસામાજિક તત્વની આ હત્યામાં સંડોવણીની દ્રઢ શંકા હોવાથી આ દિશામાં તપાસ ચલાવી આ શખ્સને તાત્કાલિક ઝડપી કડક સજા આપવાની માંગ કરી છે.

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યાના વિરોધમાં રબારી સમાજે મૌનરેલી કાઢી એસપીને આવેદનપત્ર આપ્યું
મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યાના વિરોધમાં રબારી સમાજે મૌનરેલી કાઢી એસપીને આવેદનપત્ર આપ્યું

મોરબીના ખાખરાળા ગામે રહેતા આશાસ્પદ યુવાન કિશનભાઈ જગદીશભાઈ કરોતરાની ગત તા.30 એપ્રિલના રોજ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. રબારી સમાજના નિર્દોષ યુવાનની કરપીણ હત્યાના બનાવમાં હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આથી મોરબી તાલુકાના રબારી સમાજે વડવાળા યુવા સંગઠનના નેજા હેઠળ મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસેથી મૌનરેલી કાઢી હતી. જેમાં રબારી સમાજના દેવેનભાઇ રબારી સહિતના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મૌનરેલી કાઢી એસપી રાહુલ ત્રિપાઠીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, તેમના સમાજના નિર્દોષ યુવાનની હત્યામાં એક અસામાજિક તત્વ સાગર આયદાનભાઈ ડાંગર ઉર્ફે કાળુંની સંડોવણીની પ્રબળ શંકા હોવા છતાં તેમની આજદિન સુધી ધરપકડ કરવામાં આવી નથી. તેમજ રબારી સમાજે આ યુવાનની હત્યાના બનાવમાં વધુ કોઈ શખ્સોની સંડોવણી હોય અને જરૂરી પુરાવાનો નાશ થઈ જાય તે પહેલાં આ દિશામાં યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. યુવાનની હત્યાના બનાવથી સમાજમાં પ્રચંડ આક્રોશ હોય વહેલીતકે આરોપીઓને પકડવા જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે, આરોપી વગ ધરાવતો હોય હજુ સુધી પોલીસ પકડથી દૂર રહ્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તેમજ તેની પાસે ઘાતક હથિયારો હોય અને તીક્ષીણ હથિયારો વડે હત્યા થઈ હોય આ ગંભીર બનાવને હત્યાને લઈને આ બનાવની તટસ્થ તપાસ કરી આરોપીઓને તાકીદે પકડી કડકમાં કડક સજા અપાવે તેવી રબારી સમાજે માંગ કરી છે.

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યાના વિરોધમાં રબારી સમાજે મૌનરેલી કાઢી એસપીને આવેદનપત્ર આપ્યું
મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યાના વિરોધમાં રબારી સમાજે મૌનરેલી કાઢી એસપીને આવેદનપત્ર આપ્યું