મોરબી : માળિયા-પીપળીયા રોડ પર આજે બપોરના સમયે એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ખાનગી બસ માળિયા-પીપળીયા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે માળીયાના સોનગઢ પાસે અચાનક બસ રસ્તીની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો હતા. જો કે સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ બસમાં રહેલા મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કેટલાક મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી તેઓને સારવાર આપવામાં આવી હતી.