Saturday - May 16, 2026

મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત

મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા.1 જાન્યુઆરીના રોજ પોતાની રિયલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ ઓફીસથી બાઈક પર ઘેર આવી રહેલા સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા રહે.ગોકુલ મથુરા સોસાયટી, કેનાલ રોડ, મોરબી વાળાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ પહોંચતા સુરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના નાના ભાઈ રજનીશભાઈ ચતુરભાઈ દેત્રોજા ઉ.50 રહે.મોરબી વાળાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.