મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના 66 કેવી માનસર સબ સ્ટેશનમાં આવતીકાલે તારીખ 12/11/2025 ને બુધવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરીને પગલે અમુક વિસ્તારોમાં સવારે 07:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જેમાં આ સબ સ્ટેશન હેઠળ આવતા ભક્તિનગર જેજીવાય, બાથકો જેજીવાય, આત્મજ્યોત જેજીવાય, અને એક્સપર્ટ ઇન્ડ. ફીડરો બંધ રહેશે. જેના પરિણામે ભક્તિનગર, રવાપર નદી, અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા તમામ કોમ્પ્લેક્ષો, આ ઉપરાંત, ઉપર મુજબના ફીડરોમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.