મોરબો : માળીયા મીયાણામાં રણકાઠે માવતરના ઘરે આવેલ પરણીતાને માથાનો દુખાવો થતો હોય તે દુખાવાની દવા ના બદલે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તે પરણીતાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા મીયાણાની માલાણી શેરીમાં રહેતા મોહસીનાબેન ગુલઝારભાઈ માલાણી (ઉ.વ.20) નામની પરણીતા તેના માતા પિતાના ઘરે ગત તા. 11/8 ના રોજ હતી ત્યારે સવારે સાત વાગ્યાના અરસામાં તેને માતાનો દુખાવો થતો હોય માથાના દુખાવાની દવાના બદલે ઝેરી દવા પી લેતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તે પરણીતાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક પરણીતાનો લગ્ન ગાળો છ માસનો હતો.