હળવદ : હળવદ તાલુકાના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઈ ચાવડા ઉ.વ.48 નામના પરિણીતાએ ગઈકાલે સવારના સમયે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.