Thursday - Jun 11, 2026

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં : ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

ટોચના 9 જવેલર્સ જેમાં શોભા શ્રીંગાર જવેલર્સ (મુંબઇ), અનમોલ જવેલર્સ (મુંબઇ), ચારૂ જવેલ્સ, પીઆર રતન જવેલર્સ (મુંબઇ), અંતરિક્ષ જવેલ્સ (અમદાવાદ), સી. મનસુખલાલ જવેલર્સ (સુરત), નિખિલ જવેલર્સ (અમદાવાદ), જવેલ વર્લ્ડ (અમદાવાદ), સરકાર જવેલર્સ (અમદાવાદ) એકથી એક ચડિયાતુ કલેક્શન રજૂ કરશે
 
હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.13 થી ત્રણ દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

મોરબીના સ્કાય મોલમાં તા. 13, 14 અને 15 જૂન એમ ત્રણ દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 ખ્યાતનામ જવેલર્સ શોભા શ્રીંગાર જવેલર્સ (મુંબઇ), અનમોલ જવેલર્સ (મુંબઇ), ચારૂ જવેલ્સ, પીઆર રતન જવેલર્સ (મુંબઇ), અંતરિક્ષ જવેલ્સ (અમદાવાદ), સી. મનસુખલાલ જવેલર્સ (સુરત), નિખિલ જવેલર્સ (અમદાવાદ), જવેલ વર્લ્ડ (અમદાવાદ), સરકાર જવેલર્સ (અમદાવાદ)ની લેટેસ્ટ ડિઝાઈનના આભૂષણો મુકાશે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત જવેલરી કલેક્શન પણ રજૂ કરવામાં આવશે.

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 18મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● ચારૂ જવેલ્સ

ચારૂ જવેલ્સ જે સુરતનું ખ્યાતનામ જવેલર્સ છે. તેઓ અહીં પોતાનું યુનિક ડાયમંડ સ્પેશિયલ કલેક્શન રજૂ કરવાના છે. તેઓનું તમામ કલેક્શન સુરતમાં ઇનહાઉસ ડિઝાઇન થયેલું એક્સક્લુઝીવ કલેક્શન છે. તેઓ નેચરલ ડાયમંડ જવેલરી માટે વિશ્વ વિખ્યાત છે. 
 
હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● અનમોલ જવેલર્સ

અનમોલ જવેલર્સ મુંબઈમાં કાર્યરત છે. તેઓ પોતાનું અદભુત કલેક્શન લઈને મોરબીમાં બીજી વખત ભાગ લઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રીઓ સહિતના અનેક સેલિબ્રિટી તેમના ક્લાયન્ટ છે. તેઓ મોરબીમાં ખાસ બોલિવૂડ કલેક્શન પણ રજૂ કરવાના છે.
 
હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● પીઆર રતન જવેલર્સ

પીઆર રતન જવેલર્સ (પારેખ ઓર્નામેન્ટ્સ) મુંબઈમાં કાર્યરત છે. પહેલીવાર મોરબીમાં પોતાનું કલેક્શન રજૂ કરવા જઈ રહ્યા છે. તેઓનું બ્રાઇડલ કલેક્શન સૌના મન મોહી લ્યે તેવું છે. આ ઉપરાંત તેઓ એન્ટિક કલેક્શનની વિશાળ શ્રેણી ધરાવે છે. 
 
હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● શોભા શ્રીંગાર જવેલર્સ

શોભા શ્રીંગાર જવેલર્સ જે મુંબઈમાં કાર્યરત છે. તેઓ પહેલીવાર સોના અને એન્ટિક કલેક્શનની વિશાળ શ્રેણી લઈને મોરબીના એક્ઝિબિશનમાં આવી રહ્યા છે. આ બ્રાન્ડના માલિક સ્નેહલ ચોક્સી દ્વારા ડિઝાઇન કરાયેલ પોલકી એન્ટિક અને ડાયમંડનું વર્ષ 2025નું લેટેસ્ટ કલેક્શન  મોરબીમાં પહેલીવાર પ્રદર્શન થવાનું છે.
 
હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● અંતરિક્ષ જવેલ્સ

અંતરિક્ષ જવેલ્સ અમદાવાદ સ્થિત જાણીતા જવેલર્સ છે. જે રોયલ અને દેશીનું મિશ્રણ એવી હેરિટેજ જવેલરી માટે જાણીતું છે. તેઓ પોતાનું અદભુત કલેક્શન મોરબી ખાતેના એક્ઝિબિશનમાં મુકવાના છે. 

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● સી.મનસુખલાલ જવેલર્સ

સી.મનસુખલાલ જવેલર્સ વર્ષો જૂના સુરતના જાણીતા જવેલર્સ છે. તેઓ પોતાનું પોલકી,  ડાયમંડ અને બ્રાઇડલ કલેક્શન આ એક્ઝિબિશનમાં મુકવાના છે. અનેક મોરબીવાસીઓ સી.મનસુખલાલ જવેલર્સના જુના ક્લાયન્ટ છે. એક્ઝિબિશનમાં તેઓનું આકર્ષક કલેક્શન સૌના મન મોહી લેશે. 

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● નિખિલ જવેલર્સ

નિખિલ જવેલર્સ અમદાવાદના સ્થિત છે અને તેઓ પોતાની જવેલરી ડિઝાઇન માટે ખૂબ જાણીતા છે.  જટિલ રીતે ડિઝાઇન કરાયેલી વીંટીઓથી લઈને નાજુક પેન્ડન્ટ્સ સુધી તેઓ પાસે જવેલરીની વિશાળ શ્રેણી છે. હીરા અને મોતી જેવી શ્રેષ્ઠ સામગ્રીનો ઉપયોગ કરીને, તેઓએ "એન્ચેન્ટેડ એલિગન્સ" કલેક્શન બનાવતું છે. કુદરતી હીરાની ભવ્યતા અને નીલમણિ સાથે પોલ્કી અને મોતીની સુંદરતા આ મોહક માસ્ટરપીસમાં જોવા મળશે.

હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● જવેલ વર્લ્ડ

જવેલ વર્લ્ડ અમદાવાદ સ્થિત વર્ષો જુના જવેલર્સ છે. તેઓ ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના અદભુત અને યુનિક કલેક્શન સાથે મોરબી ખાતેના એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે. તેઓનું કલેક્શન સૌને ઉડીને આંખે વળગે તેવું હશે. 
 
હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

● સરકાર જવેલર્સ

સરકાર જવેલર્સ અમદાવાદનું ખૂબ જાણીતું નામ છે. શ્રી પટેલ અંબાલાલ સોમનાથ સરકાર દ્વારા 1934 માં સ્થાપિત આ જવેલર્સ ચાર પેઢી જૂની છે. તેઓનું કલેક્શન સતત અપડેશન સાથેનું અને એકદમ યુનિક હોય છે. તેઓ મોરબી ખાતેના આ એક્ઝિબિશનમાં એકથી એક ચડિયાતું કલેક્શન રજૂ કરવાના છે.
 
હવે જવેલરીનો વર્લ્ડકલાસ ખજાનો મોરબીમાં :  ગહેના પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે....

તા.13, 14 અને 15 જૂન
સમય : 10:30 થી 8:30
સ્થળ : સ્કાય મોલ, મોરબી
મો.નં.9892398360