મોરબી: સામાજિક કાર્યકર ગિરધારભાઈ પરમાર દ્વારા ગત તા. ૧૪-૧૦-૨૦૨૫ ના રોજ મોરબીના બજરંગ સર્કલથી લીલાપર ચોકડી સુધીના રોડ પર સ્ટ્રીટ લાઈટ નાખવા અંગે મોરબીના મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આ લોકઉપયોગી અરજીને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં નવી સ્ટ્રીટ લાઈટ નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ત્વરિત કામગીરી બદલ ગિરધારભાઈ પરમાર દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.