Friday - Feb 13, 2026

મોરબીમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યાનો દાવો

મોરબીમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યાનો દાવો

મોરબી : મોરબીમાં ઘણા સનયથી રખડતા ઢોરનો પ્રશ્ન લોકો માટે પીડાદાયક છે. કોઈને કોઈ વિસ્તારમાં છાસવારે અખલા યુદ્ધ થાય છે. આ અખલા ઘણીવાર લોકોને ખાસ્સો સમય સુધી બાનમાં લઈને નુકશાન પહોંચાડે છે. વર્ષોથી આ રખડતા ઢોરના ત્રાસ વચ્ચે મોરબીમાં છેલ્લા 15 દિવસમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યાનો દાવો કર્યો છે.

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 1 એપ્રિલ થી 15 એપ્રિલ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ 68 રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિના સમય દરમિયાન વજેપર, દાણાપીઠ, રવાપર રોડ, દાઉદી પ્લોટ, શક્તિ પ્લોટ, જેલ ચોક, લખધીરવાસ, વસંત પ્લોટ, સોમનાથ સોસાયટી, સામાકાંઠે લાલબાગ અંદર, ઉમા ટાઉનશિપ રોડ, રોટરી નગર, શનાળા જેવા વિવિધ વિસ્તારોમાંથી રખડતાં પશુઓને પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે. લોકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ હજુ સુધી રખડતા ઢોરનો ત્રાસ દૂર થયો નથી.

મોરબીમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યાનો દાવો