મોરબી : મોરબીમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી યુવતીએ અગાઉ પ્રેમ સંબંધ ધરાવતા શખ્સ સાથે વાતચીત કરવાનું બંધ કરતા રોષે ભરાયેલા યુવાને નગર દરવાજા નજીક છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી યુવતીએ આરોપી તૌફિક ગુલામહુસેન સુમરા રહે.વીસીપરા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીને આરોપી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જો કે, બાદમાં યુવતીએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા ગત રાત્રીના સમયે આરોપી તૌફિકે નગર દરવજા ચોક નજીક યુવતીને ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.ઘટના અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.