મોરબી : મોરબીવાસીઓ જેની 10 વર્ષથી રાહ જોતા હતા એ મોરબીને મહાનગરપાલિકા બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે. રાજ્ય સરકારે મનપાની સતાવાર ઘોષણા કર્તા મોરબીનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.નોટિફિકેશન પણ બહાર પાડી દેવાતા મોરબીનો વ્યાપ વધારવા આસપાસના વિસ્તારોને ભેળવવાની કવાયત ચાલી રહી છે મોરબીમાં નવ ગામ ભેળવવાના છે.જો કે મોરબી જિલ્લો બન્યો હતો છતાં દસ વર્ષથી વિકાસ થયો ન હતો. હવે મોરબીને મનપા ઘોષિત કરાતા તમામ પ્રકારની સુવિધાઓ મળશે તેવી આશા ઉજળી બની છે.
રાજ્ય સરકારે સતાવાર રીતે મોરબી પાલિકાને મહાનગરપાલિકાનો દરરજો આપી દીધો છે. આ મનપાનું નોટિફિકેશન પણ બહાર પડી દેવામાં આવ્યું છે અને મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ જુદીજુદી ગ્રામ પંચાયતોને મોરબી મહાપાલિકામાં સમાવી છે જેમાં નવ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને જે ગ્રામ પંચાયતોને મોરબી મહપાલિકામાં લેવામાં આવેલ છે તેમાં શકત શનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) અને માધાપર-વજેપર ઓ.જી. પંચાયતનો સમાવેશ થાય છે.
મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બને તેનું સપનું છેલ્લા ઘણા સમયથી સહુ કોઈ જોઈ રહ્યા હતા કારણ કે, જો મહાનગરપાલિકા બને તો લોકોને સારી સુવિધા મળશે તેવી સમગ્ર મોરબીવાસીઓને આશા હતી તેવામાં ગઈકાલે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા મંજુર કરવામાં આવી છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પડી દેવામાં આવેલ છે અને મોરબી શહેરની આસપાસની નવ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરીને મોરબીને મહાનગરપાલિકા બનાવમાં આવી છે
આ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલમાં રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ ખરે ની નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 ની બેચના આઇએએસ અધિકારી સ્વપ્નિલ ખરે અગાઉ બનાસકાંઠાના ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી અને હાલમાં તેઓ રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા દરમિયાન તેમની બદલી સાથે બઢતી આપીને મોરબી નગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓની પાસે મોરબી શહેરી વિસ્તારના લોકોને અનેક અપેક્ષાઓ છે.