મોરબીના ધારાસભ્ય અમૃતિયા અને ભાજપી નેતા જયંતિભાઈ જેરાજભાઈએ દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્ધ્વજનું અપમાન કર્યાની જાગૃત નાગરિકે કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરીને આ બંને મહાનુભાવો સામે રાષ્ટ્ધ્વજના અપમાન બદલ કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ થોડા દિવસ પહેલા મોરબી નગરપાલિકામાં જ્યારે કચરા ની નવી ગાડીઓને લોલી ઝંડી આપવાની હોય પણ એના બદલે રાષ્ટ્ધ્વજનો ઉપયોગ કરીને ભારતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. કોઈપણ નેતા દ્વારા લિલીઝંડી દ્વારા નવી વસ્તુઓનો જાહેર ઉપયોગ પ્રસ્થાન કરાવતા હોય છે. પણ અહીં ધારાસભ્યએ કચરાની ગાડીને પ્રસ્થાન કરાવતી વખતે રાષ્ટ્ધ્વજનો ઝંડી તરીકે ઉપયોગ કરીને ભારતવાસીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. તે બદલ તેમની સામે રાજદ્રોહનો ગુન્હો નોંધવો જોઈએ તેવો જાગૃત નાગરિક રાજુભાઇ ચૌહાણએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત 15મી ઓગસ્ટ નિમિતે સ્વતંત્રતા દિનની ઉજવણી દરમિયાન ભાજપના નેતા જેન્તીભાઈ જેરાજભાઈ પટેલે રાષ્ટ્ધ્વજને જમીન ઉપર ઢળતો રાખીને રાષ્ટ્ધ્વજનું અપમાન કર્યું હોય તેમની સામે પણ રાજદ્રોહનો ગુન્હો નોંધવો જોઈએ તેવી માંગ સાથે કલેક્ટરને રજુઆત કરી છે.