વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ભાયાતી જાંબુડિયા નજીક આવેલ અશ્વમેઘ હોટલ પાસે જીજે - 03 - બીકે - 6047 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ મોતીભાઈ ઝાલા ઉ.36 રહે.થાનગઢ, મુળ રહે.ધારા ડુંગરી, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને જીજે - 13 - ડબ્લ્યુ - 0609 નંબરના આઇસર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના મોટાભાઈ હકાભાઈ મોતીભાઈ ઝાલાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.