Saturday - May 18, 2024

મોરબી જિલ્લા પોલીસ, નક્ષત્ર હોસ્પિટલ દ્વારા સવેરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયા

મોરબી જિલ્લા પોલીસ, નક્ષત્ર હોસ્પિટલ દ્વારા સવેરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયા

મોરબીમાં નક્ષત્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા મોરબી જિલ્લા પોલીસ દ્વારા સવે રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 600 જેટલા લોકોને તપાસી સારવાર અને માર્ગદર્શન આપ્યું હતું.

ગત તા.20/01/2024 તથા 21/01/2024 ના રોજ આંગણવાડી કેન્દ્ર મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે મોરબીની જાણીતી નક્ષત્ર મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ દ્વારા મોરબી જિલ્લાની જનતાને સંરક્ષણ સેવા તથા વિશ્વાસુ એવી મોરબી જિલ્લા પોલીસ માટે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ આયોજિત કરેલ હતું. જેમાં મોરબી જિલ્લાના પોલીસ કર્મચારી તથા તેમના પરિવારોને ચકાસ્યા. કેમ્પમાં ડો. મહેન્દ્ર ફેફર, (હાડકા તથા સનાયુનો વિભાગ) ડો. મોનિકા પટેલ (જનરલ & ક્રીટિકલ કેર ફિસીશન ડો. માધવ સંતોકી જનરલ & લેપ્રોસ્કોપી સર્જન), ડો. બ્રિંદા ફેફર (જૂના દુખાવા ના સ્પેશિયાલિસ્ટ), ડો. વૈશાલી વડનગરા (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો.ચિંતન મહેશ્વરી (આંખના રોગોના નિષ્ણાત) તથા નક્ષત્ર હોસ્પિટલની પૂરી ટીમ દ્વારા 600 જેટલા લોકોને તપાસી સારવાર અને માર્ગદર્શન આપ્યું છે. આ કેમ્પનું સંચાલન મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા નક્ષત્ર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.મહેન્દ્ર ફેફર દ્વારા આયોજિત કરેલ હતું.

મોરબી જિલ્લા પોલીસ, નક્ષત્ર હોસ્પિટલ દ્વારા સવેરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયા