Saturday - Oct 10, 2026

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશના નવનિયુક્ત આગેવાનોનું સ્વાગત, પરિચય બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશના નવનિયુક્ત આગેવાનોનું સ્વાગત, પરિચય બેઠક યોજાઈ

સહ સંગઠન મહામંત્રી અરુન બિન્નાડી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં હોદ્દેદારો સાથે ચર્ચા; નગર દરવાજાની પ્રતિકૃતિ અર્પણ કરી સન્માન કરાયું

મોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શ્રી કમલમ ખાતે 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સહ સંગઠન મહામંત્રી અરુન બિન્નાડી તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના સ્વાગત સાથે સંગઠનાત્મક પરિચય બેઠક યોજાઈ હતી. પક્ષની સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવા અને કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા અને મહાનગરપાલિકા સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં પ્રદેશના બંને આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંગઠનના માળખા, આગામી કાર્યક્રમો તેમજ પક્ષની નીતિ-રીતિ અંગે ઉપસ્થિત હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંગઠનાત્મક કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને કાર્યકર્તાઓ વચ્ચે પરિચય તથા સંકલન વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
 
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશના નવનિયુક્ત આગેવાનોનું સ્વાગત, પરિચય બેઠક યોજાઈ
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશના નવનિયુક્ત આગેવાનોનું સ્વાગત, પરિચય બેઠક યોજાઈ
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશના નવનિયુક્ત આગેવાનોનું સ્વાગત, પરિચય બેઠક યોજાઈ
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશના નવનિયુક્ત આગેવાનોનું સ્વાગત, પરિચય બેઠક યોજાઈ

આ બેઠકમાં મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા તથા મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રીઓ અરવિંદભાઈ વાંસદળીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિત મહાનગરપાલિકાના મુખ્ય હોદ્દેદારો, જિલ્લા પંચાયતના મુખ્ય હોદ્દેદારો અને જિલ્લા ભાજપની મુખ્ય ટીમના હોદ્દેદારો બેઠકમાં જોડાયા હતા. વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ, તાલુકા તથા શહેર મંડળના પ્રમુખો અને મહામંત્રીઓ, પ્રભારીઓ તેમજ સેલ અને મોરચાના ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
દીપ પ્રાગટ્યથી શરૂઆત, નગર દરવાજાની પ્રતિકૃતિ અર્પણ

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશના મહાનુભાવોને મોરબીની ઓળખ સમાન નગર દરવાજાની પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્ય કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે બેઠક પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમની વિગતો મોરબી જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણીએ પ્રેસનોટ દ્વારા જણાવી હતી.