મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા આધેડએ તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું.જેના પગલે તેમનું મોત નીપજત્તા હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ સુંદર પાર્ક વિસ્તારમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડા નામના ૬૦ વર્ષના આધેડે તેઓના ઘરે આજે તા.૨૪-૫ ના વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેઓનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યું હતું.જયાંથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ માટે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.