Friday - May 08, 2026

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત

મોરબી : માળીયા (મી)ના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર માનસિક બીમાર આધેડ ટ્રેનની ઝડપે ચડી જતા તેને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું.

મૂળ વિરમગામ તાલુકાના થોરી થાભા ગામમાં આવેલ સેનવા વાસમાં રહેતા ખોડાભાઈ દેવાભાઈ સેનવા (51) નામના આધેડ માળીયા તાલુકાના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયા હતા જેથી તેને શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મૃતક આધેડના દીકરા રાહુલભાઈ ખોડાભાઈ સેનવા (24)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક આધેડ છેલ્લા બે મહિનાથી માનસિક બીમાર હતા અને બે દિવસ પહેલા તેઓ પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા દરમિયાન માળિયાના વાધરવા ગામ પાસે ટ્રેનના પાટા ઉપર ચાલતી વખતે ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.