Tuesday - Jul 14, 2026

મોરબીના ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 20 મેએ સમૂહ લગ્ન

મોરબીના ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 20 મેએ સમૂહ લગ્ન

મોરબી : મોરબીના ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા આગામી તારીખ 20 મે ને મંગળવારના રોજ આઠમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના ધુતારી, નવલખી રોડ પર રોકડીયા હનુમાનજીના મંદિરની બાજુમાં આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે આ સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે.20 મેના રોજ બપોરે 3 કલાકે ગણેશ સ્થાપના, 4 કલાકે જાન આગમન, સાંજે 7-45 કલાકે હસ્ત મેળાપ, 7 કલાકે ભોજન સમારંભ અને રાત્રે 9 કલાકે જાન વિદાય થશે.