Thursday - Jul 02, 2026

કાકાની પત્નીને રિસામણેથી તેડવા ગયેલા યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કારાવાસ

કાકાની પત્નીને રિસામણેથી તેડવા ગયેલા યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કારાવાસ

વર્ષ 2020માં થયેલી હત્યા કેસનો મોરબી કોર્ટનો ચુકાદો

મોરબી : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે કૌટુંબિક કાકાની રિસામણે બેઠેલી તેડવા ગયેલા યુવાનની સામાપક્ષે પરિણીતાને ભાઈએ પાછળથી દગો કરીને કુહાડીના ઘા ઝીકીને રહેંસી નાખી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. દરમિયાન આ હત્યા કેસ આજે મોરબીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારધાર દલીલો અને સજ્જડ પુરાવાને ધ્યાને લઇ કોર્ટે હત્યા કરનાર આરોપીને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે.

હળવદના વેગડવાવ ગામે રહેતા રમેશભાઈ વાઘેલા તથા તેમના કુંટુબી કાકા મુન્નાભાઈ ભોપાભાઈ સાથે આ કૌટુંબિક કાકાના પત્ની હળવદના પ્રતાપગઢ ગામે રીસામણે બેઠા હોવાથી બન્ને પરિણીતાને તેડવા ગયા હતા. બન્ને પક્ષે પરિણીતાને તેડી જવા મામલે સામાધનના પ્રયાસો ચાલુ હતા. એ દરમિયાન સામાપક્ષે પરિણીતાના ભાઈ વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયાને આ વાત ગમી ન હોય એમ પાછળથી તેણે એકદમ ઉશ્કેરાઈ જઈ પાછળથી હાથમાં કુહાડી સાથે ઘસી આવીને રમેશભાઈને કુહાડીના ઘા ઝીકીને બહેરમીપૂર્વક હત્યા નિપજાવી હતી. બાદમાં મૃતકના પુત્ર ખોડાભાઇ રમેશભાઈ વાઘેલાએ વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયા સામે પોતાના પિતાની હત્યા કર્યાની જે તે સમયે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આ હત્યા કેસ આજે મોરબી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ ધારધાર દલીલો અને સજ્જડ પુરાવા રજૂ કરતા કોર્ટે આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયાને કલમ-૩૦૨ હેઠળના ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને રૂા.૨૦,૦૦૦નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. જો આ દંડ નહી ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.