Monday - Jul 06, 2026

ટંકારાના હીરાપર ગામે કારખાનામાં શ્રમિકનો આપઘાત

ટંકારાના હીરાપર ગામે કારખાનામાં શ્રમિકનો આપઘાત

ટંકારા તાલુકાના હીરાપર નજીક આવેલ સર્વસ્તું પિંટેક્ષ કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા તારચંદ્ર વજરામ ગમેતી નામના 18 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં  અરેરાટી મચી ગઇ છે. ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.